e-FIR digital service

e-FIR: ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વિકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશકેલીઓને દૂર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. ગુજરાત સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યૌ છે.

હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઓ-ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સુસજ્જ છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

e-FIR: ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ!

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી એ ઉમેર્યુ કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું કે આ ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે આશયથી રાજયમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂ।આત કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તે સમયે કહ્યુ હતું કે, આ નવી શરૂઆત પોલીસીંગની શૈલીમાં આમૂલ પરીવર્તન લાવશે, અને આજે શ્રી મોદીજી અને તત્કાલિન ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના દૂરંદેશી દ્રષ્ટિકોણ થકી ગુજરાત સરકારે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે.

સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપની પ્રશંસા!

મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ઇ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે ૨૦૧૯ માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ ૧૬ પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, “Police NOC” વગેરે સેવાઓ ઉપલ્બધ છે.

ઈ- એફ. આઈ. આર (e-FIR) ની સેવાઓની વિગતો આપતા કહ્યુ કે FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: રુદ્રી શું છે?

આમ e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહીં રહે અને નાગરીકોના સમયનો બચાવ થશે તથા ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, e-FIR ઓનલાઈન સેવા રાજ્યના નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

તેમણે ઉમેર્યુ કે, e-FIR સેવાના ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાંડ એન્ડ કંટ્રોલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.જ્યારે e-FIR નોંધાય ત્યારે ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV  કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડીટેક્ટ થઈ શકશે.