સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લેશે

આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, લાખો ભક્તો,માનવમહેરામણ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મહોત્સવ જ્યારે ઉજવાવવાનો છે
આ મહોત્સવને ધ્યાને લઈને સ્વામિનારાયણ નગર તૈયાર કરાઇ રહ્યું છે, જે મહોત્સવની શોભામાં આભિવૃદ્ધિ તો કરશે જ અને સાથે સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપશે ત્યારે,
આજરોજ દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા વિધિપૂર્વક કળશ સ્થાપન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે મહોત્સવના સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી દ્વારા શ્રી અમિતભાઈનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.


મહોત્સવ સ્થળ તરીકે નિર્માણ પામી રહેલું આ સ્વામિનારાયણ નગર ‘ગ્રીન એન્ડ ક્લીન’ સ્થળ તરીકે ઓળખાશે, આ નગરમાં ૭૦૦૦ વૃક્ષો અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે,આ મહોત્સવ સ્થળ અન્ય અનેક વિશેષતાઓ ધરાવતું હશે જેવી કે વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો,કલામંડિત મંદિર અને ભક્તિમંડપો,પ્રેરણાદાયી પ્રદર્શનો,સાંસ્કૃતિક સંદેશ આપતા સ્પોટ્સ, કોન્ફરન્સ સ્થળ પણ આકાર લેશે અને આ ભગીરથ કાર્ય માટે સ્વામિનારાયણ નગરમાં હાલ ૨૦૦૦થી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે,અને મહોત્સવ દરમ્યાન ૫૦,૦૦૦થી વધુ સંખ્યામાં સેવા આપશે.



સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાવવા જઈ રહ્યો છે ત્યારે મહોત્સવસસ સ્થળનાં કળશ-સ્થાપનનાં પ્રસંગે અનેક સંત-મહાત્માઓની ઉપસ્થિતિમાં દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં સંસ્મરણો તાજા કરીને આ વિશ્વવંદનીય સંતને વંદના કરતા આ મહોત્સવ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી
Leave a Reply